એમાં આપણા કેટલા ટકા .....

 ગુજરાતીઓ અને નુકસાન બંને વિરોધાભાસી શબ્દ છે 


હાલ જ સોશિયલ મીડિયામાં અલિયા ભટ્ટે પોતાને  ગર્ભવતી હોવાની સ્થિતિ પુરવાર કરતો  એક ફોટો મૂક્યો છે. 


   એક ફિલ્મ જગતના કલાકાર તરીકે તે વધારે લોકોનું આકર્ષણ મેળવવા માટે આ પ્રકારના ફોટો મુકતા રહેતા હોઈ છે. આ એડવટાઈસ તેમના  કામનો જ એક ભાગ છે . બીજા ઘણા સેલેબ્રિટીઓ પણ પોતાએ કરેલા પ્રવાસના ફોટો મુકે છે. 


    પરંતુ આ ફોટાને news બનાવીને લોકોને વારંવાર  બતાવવુ કેટલુ યોગ્ય છે. લોકો પણ કોઈ મહત્વના સમાચારની જેમ આ ફોટો એકબીજાને શેર કરતા હોઈ છે. 


માત્ર આ ફોટો જ નહિ આ પ્રકારના સેલેબ્રિટીની કોઈપણ હરક્તને આપણે ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેમની સ્ટાઇલને કોપી કરવાની કોશીશ કરીએ છીએ. આમ કરવાથી આપણે પણ લોકોની નજરમાં આવિશુ અને લોકોની ચાહના મળશે , તેમજ આ ટ્રેન્ડમાં ચાલવાનો રાજીપો પણ રહે. 

   

તો આ પ્રકારની માનસિકતા ખૂબ જ ખતરનાક કહી શકાય. ટ્રેન્ડમાં ચાલવાની જીદ, સેલેબ્રિટીની સ્ટાઈલ કોપી કરવાની આદત, તેઓની નાની નાની વાતોને જ નોટિસ કરવી , અલિયા ભટ્ટની પ્રેગ્નેન્સીનો ફોટો સેર કરવો, મિમ્સ બનાવવા અને તેમના બાળકોના નામ મુજબ તમારા બાળકોના નામ યાદ રાખવા  આ કદાચ એક માનસિક બીમારીની નજીકની જ પરિસ્થિતિ કહી શકાય. 

કેમકે આ પ્રકારના સમાચાર સિવાય બીજા ઘણા મહત્વપૂર્ણ સમાચાર અને જાણકારી છે જેની ખૂબ જ જરૂર હોઈ છે. દેશની રાજકીય પરિસ્થિતિ જાણવી એ અલિયા ભટ્ટના બાળકનુ નામ જાણવા કરતા વધારે  લાભદાયી છે.  સોશિયલ મીડિયામાં પણ ઘણુબધુ જ્ઞાન મળી શકે તેમ છે બસ એ માટે સારી આખો સાથે યોગ્ય ફિલ્ટર કરેલા મન અને મગજની જરૂર છે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ