તો અહીં જાણો આ સમસ્યા શા માટે થાય છે, અને તેના લક્ષણો
સ્વસ્થ શરીર તેમજ માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મન શાંત હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે થોડા પણ હતાશ છો, અથવા તમે પોતાને અસહાય અનુભવો છો. તો અહીં 👇👇જાણો ડિપ્રેશન શા માટે થાય છે...
ડિપ્રેશન એક ગંભીર સમસ્યા છે. કોઈને ખબર નથી કે તેનું કારણ શું છે, પરંતુ તેના કેટલાય કારણો હોઈ શકે છે. કેટલાક લોકો ગંભીર બીમારી દરમિયાન ડિપ્રેશનમાં ધકેલાઇ જાય છે . તો કેટલાકને જીવનમાં થતા ફેરફારો ડિપ્રેશનમાં ધકેલી દેતા હોઈ છે. અહીં કેટલાક કારણો છે જે ડિપ્રેશન તરફ દોરી શકે છે.
👉ડિપ્રેશન શા માટે આવે છે ????
શારીરિક, જાતીય અથવા ભાવનાત્મક દુર્વ્યવહાર તમને પછીના જીવનમાં ડિપ્રેશન માટે વધુ સંવેદનશીલ બનાવી શકે છે.
ઉંમર- વૃદ્ધ લોકો સૌથી વધારે ડિપ્રેશનનો શિકાર બને છે. તેના અન્ય કારણો હોઈ શકે છે, જેમ કે તેઓને વધારે એકલા રહેવાનું તેમજ સામાજિક સમર્થનનો અભાવ પણ હોઈ છે.
લિંગ- પુરુષો કરતાં સ્ત્રીઓને ડિપ્રેશન આવવાની શક્યતા બમણી છે. કેમકે સ્ત્રીઓ તેમના જીવનના જુદા જુદા સમયે જે હોર્મોનલ ફેરફારોમાંથી પસાર થાય છે , સતત ઘરમાં એકલું રહેવું, ઘરકામને લગતી બાબતો પણ કારણ હોઈ શકે છે.
ગંભીર રોગ- કેટલીકવાર, ડિપ્રેશન કોઈ મોટી બીમારી સાથે થાય છે અથવા કોઈ અન્ય તબીબી સ્થિતિને કારણે થઈ શકે છે.
અન્ય અંગત સમસ્યાઓ- અન્ય માનસિક બીમારીઓને લીધે સામાજિક હતાશા, જવાબદારીઓ, કુટુંબ અથવા સામાજમાંથી નીકળી જવાનો ભય વગેરે જેવી સમસ્યાઓ ડિપ્રેશન થવાનું જોખમ વધારી શકે છે.
સંઘર્ષ- ઘણીવાર પરિવારના સભ્યો, અંગત વ્યક્તિ, મિત્રો સાથે થયેલ બોલચાલ તકરાર અથવા વિવાદને કારણે ડિપ્રેશન થઈ શકે છે.

0 ટિપ્પણીઓ