જાણો સોશિયલ મીડિયાના ફાયદા .... અને ગેરફાયદા



કઈ રીતે સોશિયલ મીડિયા તમને મદદ કરી શકે છે અને તેનો આ ફીચર તમને બરબાદ કરી શકે છે?

સોશિયલ મીડિયાએ સમાજ પર, ખાસ કરીને સમય જતાં વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર કરી છે. તે આપણે જે રીતે બોલીએ,વાતચીત કરીએ, જે રીતે આપણે આપણું જીવન પસાર કરીએ  છીએ તેમાં  બધે મીડિયામાં ચાલતા ટ્રેન્ડ ની છાંટ આવે છે  સોશિયલ મીડિયાના ઘણા સકારાત્મક પાસાઓ છે, પરંતુ તેમાનો  સ્ક્રોલિંગ ફીચર  જે એક વ્યસનની જેમ કામ કરે છે. 

સોશિયલ મીડિયા ઘણીવાર વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. તે ડિપ્રેશન અને ચિંતાનું કારણ બની શકે છે.  જે રીતે કિશોરોમાં સોશિયલ મીડિયાના  વપરાશમાં વધારો થયો છે તેની સાથે જ  ડિપ્રેશનનો દર પણ  13-66% સુધી વધ્યો છે.

 હાલ ત્રણ અબજથી વધુ વપરાશકર્તાઓ સાથે, સોશિયલ મીડિયા આપણા સમાજમાં એક વિશાળ ભૂમિકા ભજવે છે. આ સાથે દરવર્ષે  એક કરોડ નેવું લાખ નવા યુજર્સ સોશિયલ મીડિયા સાથે જોડાઈ છે 


સોશિયલ મીડિયા શું છે ? 

         જે તે ડેવલોપર ( જાણકાર ) ઇન્ટરનેટની મદદથી વાપરી શકાય એવું એક પ્લેટફોર્મ બનાવે છે. જ્યા મોટી સંખ્યામાં  યુજર્સ (વપરાશકર્તા ) જોડાઈ છે, દરેક યુજર્સ પાસે પોતાનું એકાઉન્ટ હોઈ છે . અહી દરેક  વપરાશકર્તાઓ તેમના વિચારો અને મંતવ્યો  મીડિયા પર  શેર કરીને  શકે છે. આ સિવાય એકબીજા સાથે વાર્તાલાપ કરી શકે તેવી સુવિધા પણ આપવામાં આવે છે.

અહી કેટલાક નામાંકિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મના નામ આપેલા છે 

  • ફેસબુક
  • ઇન્સ્ટાગ્રામ
  • Twitter
  • ટીક ટોક
  • વોટ્સેપ

આમાંના દરેક પ્લેટફોર્મની તેની પોતાની વિશિષ્ટ વિશેષતાઓ છે, પરંતુ સોશિયલ મીડિયાનો વધારે  ઉપયોગ તો  માનસિક સ્વાસ્થ્યને નુકશાન કરે જ  છે. 


સોશિયલ મીડિયા કેવી રીતે સમયની બરબાદી કરી રહ્યું છે ??


    હાલ સોશિયલ મીડિયા સતત વિકાસ કરી રહ્યું છે, તે મુખ્યત્વે યુજર્સ માટે જ  બનાવવામાં આવ્યું છે. સોશિયલ સાઇટ્સ  શરૂઆતમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે ભણતરના હેતુ થી બનાવવામાં આવી હતી,  પરંતુ હવે  તેનો ઉપયોગ તમામ ઉંમરના લોકો માટે વધ્યો છે. બાળકોથી લઈને વૃદ્ધો ,સ્ત્રીઓ , ધંધાર્થીઓ , કર્મચારીઓ, શિક્ષકો .. આમ   હવે બધા  સોશિયલ મીડિયા પર છે.

 હવે તો સોશિયલ મીડિયા  લોકોના જીવનનો અભિન્ન અંગ બની ગયુ છે . એક સામાન્ય યુજર્સ  દરરોજ  સરેરાશ બે કલાક અને 20 મિનિટ સોશિયલ મીડિયામાં વિતાવે છે, જે તેના સમગ્ર જીવન કાળના 1/12 કરતા પણ  વધારે છે.

આ પ્લેટફોર્મ લોકોના જીવનમાં અલગ જ  ભૂમિકા ભજવે છે.  ઘણા લોકો  આ માધ્યમથી મનોરંજન સિવાય સંદેશાવ્યવહાર કરવા , સમાચાર મેળવવા  અને સમાન વિચારવાળા મિત્રો શોધવા માટે પણ  આ પ્રકારની સાઇટ્સનો ઉપયોગ કરે છે.  

સોશિયલ મીડિયાનો ઉપયોગ શું કરે છે ?

   લોકો વિવિધ કારણોસર સોશિયલ મીડિયાનો  ઉપયોગ કરે છે. ઘણા લોકો માટે, તે એવા લોકો સાથે સંપર્કમાં રહેવાની એક રીત છે જેઓને તેઓ વારંવાર મળી શકતા  નથી. અન્ય લોકો આ સાઇટ્સનો ઉપયોગ નેટવર્કિંગ માટે અથવા સમાન રસ ધરાવતા અન્ય લોકોને શોધવા માટે કરે છે.

કેટલાક, ખાસ કરીને કિશોરો અને યુવાનો વયસ્કો માટે, સોશિયલ મીડિયાએ મિત્રો સાથે ફોટો શેર કરવાની માત્ર એક રીત નથી પરંતુ  તે મનોરંજનનું એક સ્વરૂપ સાથે  લોકપ્રિય થવાની  હરીફાઈનુ  મેદાન  પણ છે. આ સિવાય મનોરંજન, સમાચાર મેળવવા તેમજ ફેશન ટ્રેન્ડ જાણવા અને લોકોની પસંદગીના વિષયો જાણવા માટે આ સોશિયલ સાઈડનો ઉપયોગ કરતા હોઈ છે 



 જુદી જુદી વયના લોકો  સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી રીતે કરે છે ?


 સોશિયલ મીડિયાનો ઉપયોગ ઉમર આધારિત છે.  વધુ વયના લોકો આ  સાઇટ્સ (ખાસ કરીને ફેસબુક)નો ઉપયોગ કુટુંબીજનો અને મિત્રો સાથે સંપર્ક રાખવા માટે કરે છે જેને  તેઓએ કેટલાય સમયથી  જોયા ન હોય. તે તેમના પૌત્ર-પૌત્રીઓના ફોટો  શેર કરવા ,જોવા માટે અને કેટલીકવાર આ માધ્યમ તેમના માટે મનોરંજનનો સ્ત્રોત છે.


મિલેનિયલ્સ સોશિયલ સાઇટ્સ પર સૌથી  વધુ છે અને ફેસબુક ઉપરાંત ઈન્સ્ટાગ્રામ , વૉટ્સએપ જેવી ઘણી સાઇટ્સનો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે. તેઓ વારંવાર આ પ્લેટફોર્મનો ઉપયોગ અપડેટ રહેવા માટે તેમજ ટ્રેન્ડમાં રહેવા માટે કરતાં હોઈ છે. મોટાભાગના મિલેનિયલ્સ નેટવર્કિંગ અને ડેટિંગ માટે આ સાઇટ્સનો ઉપયોગ કરે તેવી શક્યતા વધુ છે. તેઓ ઘણીવાર સમાન પરિસ્થિતિઓ અથવા સમાન વિચારધારા ધરાવતા જૂથોને શોધવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

Gen Z ers  માત્ર પ્રતિસ્ઠીત પ્લેટફોર્મનો જ  ઉપયોગ કરે છે અને ઘણા પ્લેટફોર્મને સ્વિચ કરવાનું વલણ ધરાવે છે. મુખ્યત્વે તેની લોકપ્રિયતામાં વધારો થાય એ વિષય પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘણા લોકો પાસે એક જ પ્લેટફોર્મ પર એક કરતા વધુ એકાઉન્ટ હોય છે જેથી  તે મિત્રો, કુટુંબીજનો અને ફોલોવર્સને જુદા જુદા એકાઉન્ટમાં વિભાજિત કરી શકે છે. તેઓ આ સાઇટ્સનો ઉપયોગ મિત્રો સાથે રહેવા અને તેમના પોતાના જીવન અને રુચિઓ શેર કરવા માટે કરે છે. Gen Z સોશિયલ મીડિયાનો વપરાશ  અન્ય કોઈપણ જૂથ કરતાં વધુ કરે છે અને તેમનું સામાજિક જીવન ઘણીવાર અન્ય પેઢીઓના જીવન કરતાં વધારે આ સાઇટ્સ સાથે જોડાયેલું હોય છે.


સોશિયલ મીડિયા: ફાયદા અને ગેરફાયદા

   સોશિયલ મીડિયાના ઉપયોગના ઘણા સકારાત્મક અને નકારાત્મક છે. કારણ સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા રોજ  વિકસિત થાય છે  પણ   સોશિયલ મીડિયાની સકારાત્મક અસરોને સ્વીકારવી અને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોને સમજવી મહત્વપૂર્ણ છે. આ જાણકારી હોવી એ આ પ્લેટફોર્મનો ઉપયોગ કેટલા અંશે કરવો જોઈએ તે  શીખવામાં મદદ કરશે અને સોશિયલ મીડિયાના લીધે થતી  માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓને પણ  ટાળશે.

 ફાયદાઓ  

        આપણે હમેશા  સોશિયલ નેટવર્કિંગના ખરાબ પાસા  વિશે જ વિચારીએ છીએ, જુદી જુદી ઉંમરના લોકો પર સોશિયલ મીડિયાની જુદી જુદી અસરો થતી હોઈ છે.  સોશિયલ મીડિયાની સૌથી સ્પષ્ટ હકારાત્મક અસરો વાતચીત  અને નવા લોકોને મળવાની વાત  પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સાઇટ્સ તમને એવા લોકો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરે છે જેને  નિયમિતપણે જોઈ શકતા નથી, કૉલ કરી શકતા નથી અથવા મેસેજ  પણ  કરી શકતા નથી.

સોશિયલ નેટવર્કિંગ યુજર્સને  એવા લોકો સાથે  મળવાની  પરવાનગી આપે છે જેને તેઓ ક્યારેય  મળ્યા ન હોય. જો કોઈ વ્યક્તિ પાસે વિશિષ્ટ આવડત  હોય, તો  તે તેમના સમુદાયને ઑનલાઇન શોધી શકે છે. આ પ્લેટફોર્મ ઘણીવાર એવા લોકોને મદદ કરે છે  જેઓ અંતર્મુખી હોઈ શકે છે, આ સિવાય નવા મિત્રો બનાવવા માટે, ઘણા લોકોને એકલતા અને હતાશા દૂર કરવામાં મદદરૂપ થાય  છે.

 એક  જ સમયે લોકોના મોટા જૂથ સાથે સંપર્કમાં રહેવું સરળ છે. યુજર્સ  ઝડપથી અને અસરકારક રીતે માહિતી શેર કરી શકે છે. આ શક્તિ કટોકટીના સમયે વધુ ઉપયોગી બને છે જ્યારે ઘરથી દૂર રહેતા યુજર્સ  પોતાની સુરક્ષાની જાણ ઘરવાળાને કરી શકે છે અને તેમના મિત્રો અને પ્રિયજનોની ચિંતાઓને હળવી કરી શકે છે.

 ગેરફાયદાઓ 

     જ્યારે હકારાત્મકતા મહાન છે, ત્યારે સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોને સ્વીકારવી પણ એટલી જ જરૂરી  છે. સૌથી મોટી ચિંતાઓમાંની એક એ છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો  ઉપયોગ ખરાબ માનસિક સ્વાસ્થ્ય તરફ દોરી શકે છે, ખાસ કરીને યુવાન વયસ્કોમાં.  રસપ્રદ વિષય દર્શાવવાને  લીધે અનંત સ્ક્રોલ અને અલ્ગોરિધમ્સ જેવી સુવિધાઓ લોકોને આ સાઇટ્સ પર બને ત્યાં સુધી કોઈ વળગાડની જેમ જકડી રાખે છે, લોકો સોશિયલ મીડિયા માટે તેમના કીમતી  સમયને હોમી દે  છે  અંતે પછી  માનસિક સ્વાસ્થ્યથી  પીડાય છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણી બધી અસલામતીનું કારણ બની શકે છે, ખાસ કરીને કિશોરોમાં. બાળકો આ સાઇટ્સ પર પ્રખ્યાત લોકોને ફોલો કરે  છે અને તેમના જીવનધોરણ ના  ફોટા જોઈને તેના જેવુ બનવાની કોશિશ કરે છે . ઘણીવાર લોકપ્રિય અને વધુ સુંદર ગણાતા લોકોને જોવાથી કિશોરોને પોતાના શરીરને પણ બદલવાની કોશિશ કરે છે  આ નકારાત્મક અસર થઈ ગણાય 

ઘણીવાર સેલેબ્રિટી  પોતાના ફોટાઓ અને વિડિઓઝનો એકસાથે બોમ્બમારો કરે છે જે ફોટામાં પોતે ખૂબ જ સારું  જીવન જીવતા હોય તેવું લાગે છે. યુવાનો આ બાહ્ય દેખાવવાળા તકલાદી ફોટાને સમજવામાં નિષ્ફળ જાય છે કે આ પ્રકારના ફોટા જોવાથી આ લોકો કેવી રીતે પૈસા કમાય છે અને સુખ કેવું હોવું જોઈએ તેની અવાસ્તવિક અપેક્ષાઓ લોકો મનમાં વિકસાવે છે. જ્યારે તેમને પોતાના જીવનમાં આ સુવિધા મળતી નથી  ત્યારે તેઓ એકલતા અને હતાશા અનુભવી શકે છે.

લોકો પોતાનો ઘણો સમય ઓનલાઈન વિતાવે છે, તેથી તેઓ વારંવાર માહિતીના  ઓવરડોજથી પીડાય છે. જ્યારે માહિતી સારી છે, જ્યારે વધુ પડતી માહિતી મૂંજવણમાં મૂકી દે  છે. ખોટી માહિતીના  ઓવરલોડ દૂરગામી અસર કરી શકે છે અને લોકોને દિશાભ્રમીત કરી દે  છે.


સોશિયલ મીડિયા અને માનસિક સ્વાસ્થ્ય માટે ટિપ્સ

સોશિયલ મીડિયા માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ અસર કરે છે સોશિયલ મીડિયાની સકારાત્મક અસરો પર ભાર મૂકવા અને સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોને ઘટાડવાની ઘણી રીતો છે. પ્રથમ અને અગ્રણી, તમારે બધા પ્લેટફોર્મ પર ત મર્યાદિત સમય પસાર કરવો જોઈએ. દિવસમાં કેટલી વખત અને કયા પ્લેટફોર્મનો ઉપયોગ કેટલા સમય સુધી કરશો તે નક્કી કરો.

તમે જે તે  પ્લેટફોર્મનો ઉપયોગ કેવી રીતે કરી રહ્યાં છો તેની પણ તમને  જાણ હોવી જોઈએ. તમારે તમારો મોટાભાગનો સમય કોઈને કોઈ રીતે તમે જાણતા હોય તેવા લોકો સાથે રહેવામાં પસાર કરવો જોઈએ. જો તમે સેલેબ્રિટીને  અનુસરો છો, અને તે તમને નકારાત્મક દિશામાં લઈ જાય  છે  તો તમારા આત્મસન્માનને ઓછું કરવાને બદલે તમને પ્રેરણા આપતા હોઈ એવા  લોકોને વળગી રહેવાનો પ્રયાસ કરો. ધ્યાનમાં રાખો કે સેલેબ્રિટી  પૈસા કમાવવા માટે આ પ્રકારની પોસ્ટ  કરી રહ્યા હોઈ છે, આ પોસ્ટ તેમના જીવનના અવ્યવસ્થિત ભાગોને દર્શાવતા નથી.

જો એવા એકાઉન્ટ્સ છે જેને તમે ફોલો કરો છો જે તમને અયોગ્ય લાગે છે અથવા તમારા લાયક  નથી, તો પછી અનફૉલો કરવાનો સમય છે. અને  તમને સકારાત્મક લાગણીઓ આપનારા લોકોને ફોલો કરતાં  રહો. 

જો તમને ઓનલાઈન હોય ત્યારે તમારો મૂડ બગડી  જતો હોય, તો તમારો ફોન નીચે મૂકવાનો અને વાસ્તવિક દુનિયામાં કરવા માટે કંઈક કામ  શોધવાનો આ સમય છે. બહાર જાઓ, કસરત કરો અથવા કોઈ પ્રિય વ્યક્તિ સાથે સમય પસાર કરો.

તમારે હંમેશા સ્વસ્થ વાતચીતમાં વ્યસ્ત રહેવું જોઈએ. જો કોઈ તમને નીચે મૂકતું હોય, તો તેમને છોડી દેવાનો  સમય છે અને જો તેને વાસ્તવિક જીવનમાં જાણતા ના  હોઈ તો તેની પોસ્ટ્સને અનફ્રેન્ડ કર્યા વિના જ બ્લોક કરી શકો છો. અને જો તેમની ટિપ્પણીઓ અપમાનજનક અથવા જોખમી હોય તો સંભવતઃ તેમને જાણ કરો. જો તમે તમારી જાતને બીજા  કરતાં ઓછું અનુભવો છો  તો તમારે તે પ્લેટફોર્મમાંથી વિરામ લેવાનો સમય આવી ગયો છે .

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ