૮૦ મણ ડુપ્લિકેટ બિયારણના લીધે કરોડોના પાકને નુકશાન

ડુપ્લિકેટ બિયારણના લીધે ૧૨૭૮  વીઘાના ડુંગળીના પાકને નુકશાન 



            સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા અમરેલી જિલ્લાના, બાબરા તાલુકામાં આવેલા મોટા દેવળીયા ગામમાંથી એક ખેડૂતથી અજાણતા ૮૦ મણ ડુંગળીનું ખોટું બિયારણ વેચાણ થતાં ઘણાબધા ખેડૂતોને પાકમાં ભારે નુકશાન આવ્યુ હતું. જેમાંના એક ખેડૂત, કાંતિભાઈ બોરસણિયા જે મતિરાળા ગામના વતની છે તેમને આ  બીજના લીધે ૧૨ વિઘાનું વાવેતર નિષ્ફળ રહ્યું હતુ જેના લીધે તેમને લાખો રૂપિયાની નુકસાની આવી હતી. 

           અહેવાલ મુજબ ૮૦ મણ બિયારણથી કુલ ૧૨૭૮ વિઘા પાકનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. જેથી ઘણાબધા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા અને વર્ષ નિષ્ફળ રહ્યું હતુ. 

           ખેડૂતો સાથે પૂછતાછ કરતા માલૂમ પડયુ કે જાણકારીનો અભાવ, વધુ ઉત્પાદનની લાલચ તેમજ સસ્તા ભાવે દવા અને બિયારણ મળી જતું  હોવાથી, આવી ખોટી સ્કીમોનો જલ્દી શિકાર બની જવાય છે. 





                 ડુપ્લિકેટ બિયારણ જ નહિ પરંતુ  જંતુનાશક દવા, પાઉડર, રાસાયણિક ખાતર, વગેરે ખેત વપરાશની વસ્તુઓ બહોળા પ્રમાણમાં સરકારની બેદરકારીના લીધે બજારમાં ખુલ્લેઆમ વેચાય છે અને તેનો ભોગ અભણ ખેડૂતો બને છે. 



    નિરાકરણ :-
                          
                    ૧.     ખેડૂતોમાં દવા-બિયારણ અંગે સરકારે જાગૃતિ અભિયાન કરવા જોઈએ. 
                    ૨.     દવા-બિયારણ બનાવતી કંપનીઓ પર સરકારે દેખરેખ રાખવી જોઈએ. 
                    ૩.     વિકાસ અને સાંસોધનની પ્રક્રિયામાં ખેડૂતોનો અભિપ્રાય લેવો જોઈએ.
    

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ