પાકને પાણી પાવુ એ જંગ જીતવા બરાબર છે.

ખેડૂતોની જાણકારીના અભાવે હજારો લીટર વેડફાતુ પાણી



                 સૌરાસ્ટ્ર પંથક ના ખેડુતો સાથે વાત કરતાં જાણકારી મેળવી કે  ચોમાસામાં ભરપૂર પાણીના લીધે ખેતીની સિંચાઈ ધોરિયાથી પધ્ધતીથી થતી હોઈ છે. પરંતુ વાત જ્યારે ઉનાળુ પાકની આવે ત્યારે પાણીના અભાવના લીધે  ખેડૂતોના મોઢા પડી જાય છે.  શિયાળુ પાક પછી લગભગ નહિવત પાણી હોઈ છે. જેથી ઉનાળુ પાક લઈ શકાતો નથી. 

                 એકબાજુ  ધોરિયા પધ્ધતિના લીધે વધારે પાણીની ખપ થાય છે. તેમજ હવે તો  પાણી વાળવા મોટાભાગે  વીજળીથી ચાલતા સબમર્શિબલ પમ્પનો ઉપયોગ થાય છે.જેમાં પણ  લાઈટ વારેઘડીએ આવ-જા કરતી હોઈ, તથા જ્યા લાઈટની સગવડ નથી ત્યાં આજે પણ લોકો ડીજલ પમ્પનો ઉપયોગ કરે છે, આ ડીજલ પમ્પ ખૂબ જ ખર્ચાળ હોઈ. આમ પાકને પાણી પાવુ એ જંગ જીત્યા બરાબર છે. 

                પાણીની કટોકટી દૂર કરવા ઘણા ખેડૂતો અધ્યતન ટેકનોલોજી  ઉપયોગ કરતાં ટપકપધ્ધતિથી  સિંચાઈ કરે છે અને ઉનાળુ પાકનો લાભ લે છે. પરંતુ ટપક દ્વારા અમુક પાક જ પકાવી શકાય છે. તેથી સરકારના ઘણા પ્રયાસો  છતાં સબસીડી આપવા છતા જૂજ લોકો જ આ પધ્ધતિને આવકારે છે. 






                   કેટલાક ખેડૂતો સાથે વાત કરતા માલૂમ પડ્યુ કે ઓછી જમીનમાં જગ્યાના અભાવે  ટપક જેવી બીજી આધુનિક પિયત પધ્ધતિ પોસાય એમ નથી. તેમજ ધોરિયાથી પાકેલ પાક અને ટપકથી પાકેલાં પાકમાં ઘણો તફાવત જોવા મળે છે તેથી ઉનાળા પાકના ભોગે પણ તેઓ ધોરિયા પદ્ધતી જ ચાલુ રાખશે.  તેમજ ભવિષ્યમાં કોઈ  સિચાઈને લગતી ટેકનોલોજી સસ્તા ભાવે આવસે તો તેઓ ચોક્કસ તેનો અમલ કરશે.




     

                  સિચાઈ અંગે બીજા પ્રશ્નો જણાવતા યુવા ખેડૂત કુલદીપભાઈ કહે છે કે  "સરકારે વીજળી આપી સારામાં સારું કામ કર્યું છે પરંતુ લાઈટના અનિયમિત સમયના લીધે ખેડૂતોને ભારે મૂશ્કેલીઓ પડે છે. તેમજ આગળ જણાવતા કહ્યુ કે   નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પાણી બચાવી આખું વર્ષ પાક લઈ શકાય છે. અને જો પાકને જરૂરી પાણી મળી રહે તો ખેતીમાંથી સારામાં સારી આવક મળી શકે તેમ છે."


     
 












 


             

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ