કામ કરે કિશાન અને માલ ખાય મદારી
ભારત એક લોકશાહી દેશમાં કોઈપણ વ્યક્તિ મુક્ત રીતે હરીફરી શકે છે, વ્યવહાર કરી શકે છે પરંતુ વાત જ્યારે ખેડૂતની આવે ત્યારે બધા નિયમો ધોવાઈ જતા હોઈ એવુ લાગે છે. કેમકે જે દેશની મોટા ભાગની વસ્તી જે વસ્તુ સાથે સંકળાયેલી છે એવી ખેતી, કે ખેડૂત આખુ વર્ષ તનતોડ મહેનત કરીને જ્યારે પાક તૈયાર કરે છે ત્યારે તે વસ્તુના ભાવ અન્ય લોકો કરી જાય છે. માર્કેટના વેપારીઓનુ પણ સંગઠન હોઈ છે, તેથી નાછૂટકે પણ ખેડૂતે બજાર ભાવે વસ્તુ વેચવી પડે છે.
અલબત ત્રણ કૃષિ બિલ કે જે ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને જ બનાવવામાં આવ્યા હતા. પરંતુ કેટલીક ખામીઓના લીધે તે લાગુ ના કરી શકાયુ. સરકાર નબળા વર્ષમાં ટેકાના ભાવે ખરીદી કરે છે એ વાત માનવી જ રહી પરંતુ એ ખરીદીમાં પણ લાગવગને પ્રથમ સ્થાન અપાય છે. તેમજ ખેતીલક્ષી જે નીતિઓ તેમજ સબસિડી આપવામાં આવે છે તે મધ્યમ વર્ગીય અને નાના ખેડૂતોને તે વસ્તુનો લાભ મળતો નથી.
બેશક ખેડૂતોને કર ભરવામાંથી મુક્તિ અપાઈ છે પરંતુ ખેડૂતના દીકરાઓને વધુ અભ્યાસ માટે જરૂરી લોનની સગવડ પણ મળતી નથી. વર્ષના અંતે હાથમાં આવતી ઉપજમાંથી પણ કાયમી વધતી જતી મજૂરી, રાસાયણિક ખાતર, દવાઓના બિલ ચુકવવાના હોઈ છે. આમ જોવા જઈએ તો આવક અને ખર્ચ બંને ખેડૂતના હાથમાં નથી હોતી.
આમ મર્યાદિત આવક સામે અમર્યાદિત ખર્ચ હોવાથી વર્ષ ૨૦૦૪માં ૧૮૨૪૧ ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હતી, વર્ષ ૨૦૧૭-૧૮ એક સર્વે પછી જાણવા મળ્યુ કે રોજના ૧૦ ખેડૂતો આત્મહત્યા કરે છે. તેમજ ૨૦૨૧માં ૫૫૭૯ ખેડૂતોએ પોતાનો જ જીવ લઈ લીધો હતો ( Report by NCRB )
0 ટિપ્પણીઓ